દેવગઢ બારીઆ વિસ્તારમાં મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતાં ફરતાં બે આરોપીને પોલીસે ઝડપી પાડયા
પથિક સુતરીયા
દેવગઢ બારીઆ વિસ્તારમાં મારામારીના બનાવમાં નાસતાં ફરતાં આરોપી રયજીભાઈ નાનાભાઈ ઉર્ફે ઘાઘુભાઈ મુંડેલ અને રૂપસીંગભાઈ ભોદુભાઈ મુંડેલ (બંન્ને રહે. મોટીખજુરી, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાને દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડ્યાં હતાં. દેવગઢ બારીઆ પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.