ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના યુવાનો દ્વારા જાંબુઆ ખાતે આદિવાસી પરંપરા મુજબ યોજાયેલ હલમાં કાર્યક્રમમાં ગામનું નામ રોશન કર્યું
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના યુવાનો દ્વારા જાંબુઆ ખાતે આદિવાસી પરંપરા મુજબ યોજાયેલ હલમાં કાર્યક્રમમાં ગામનું નામ રોશન કર્યું
દાહોદ જિલ્લો મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે.જેમાં મોટા નટવા ગામે આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આદિવાસી પરંપરાને ટકાવી રાખવા માટે આદિવાસી તલવાર નૃત્ય મોટા નટવાની ટીમ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં પોતાની કળા રજૂ કરે છે. રાજસ્થાન,મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ આ ટીમે પોતાની કલા રજૂ કરેલ છે.અત્યારની નવી પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરે છે. અને અત્યારના સમયમાં ડી.જે પર નાચતા તમામને ફાવે છે.પરંતુ ઢોલ પર નાચવાની પરંપરા સંસ્કૃતિ લુપ્ત થઈ રહેલ છે .આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખતી આ ટીમની પસંદગી જાબુઆ મુકામે તારીખ 25/26/ 2/2023 ના રોજ ના રોજ યોજાનાર હાલમા કાર્યક્રમમાં પસંદગી થયેલ હતી. આદિવાસી સમાજની પરંપરા હાલમાં એટલે કે કોઈ ભાઈ મુશ્કેલીમાં હોય તેને આજુબાજુના તમામ ભાઈઓ મળીને મદદ કરે છે.બીજા માટે કંઈક કરાવવાની ભાવના આદિવાસી સમાજમાં રહેલી છે.તો અત્યારના સમયમાં સમગ્ર પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યુ છે અને ધરતીમાતા પણ પ્યાસી થઈ ગઈ છે.તો તેના ભાગરૂપે જાબુવા મુકામે યોજાયેલ હાલમાં કાર્યક્રમમાં આ ટીમે પોતાનું પરફોર્મન્સ રજૂ કરીને મોટા નટવા ગામ ફતેપુરા તાલુકો દાહોદ જિલ્લો અને ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધારેલ છે