ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના દુધિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

સિંધુ ઉદય

પ્રધાનમંત્રીશ્રીના ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગત રોજ દેવગઢ બારીયા તાલુકાના દુધિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ક્ષય અધિકારીશ્રી તેમજ દેવગઢ બારીયા તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટી.બી. પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૮ ટી.બી. ના દર્દીઓને દત્તક લઈને તેમને પોષણ સહાય કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ.અમિત મછાર તથા સામાજીક આગેવાન ટીનાભાઈ, દુધિયા, નાનીમંગોઈ, ભુતપગલા, તેમજ સિંગોર ગામના સરપંચ શ્રીઓ તેમજ આરોગ્ય કેન્દ્રના Pharmacist, LT, Staff Nurse, MPHS, STS, CHO, FHW, MPHW વગેરે આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. આ કાર્યક્રમમાં ડો.અમિત મછાર દ્વારા દર્દીઓને ટીબીના રોગમાં રાખવાની આરોગ્ય કાળજી વિશે સમજ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!