વડતાલ ગામ કિશોરપુરા સીમ વિસ્તારમાં  જુગાર રમતા ૧૧ જણાને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ: પોલીસ માણસો સાથે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  બાતમી મળી હતી કે વડતાલ ગામનો રાજેન્દ્રકુમાર ઇશ્વરભાઇ વાઘેલાનાઓ કિશોરપુરા સીમમાં આવેલ પોતાના ખુલ્લા ખેતરોમાં ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં બહારથી બોલીવી કેટલાંક માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા સારૂં પત્તા પાના હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી જગ્યાએ રેઇડ કરતા (૧) રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઇ ઇશ્વરભાઇ વાઘેલા રહે.વડતાલ,દુધની ડેરી પાસે (૨) સુરેશભાઇ હાથીભાઇ પરમાર રહે.વડતાલ,દુધની ડેરી પાસે, (૩) બુધાભાઇ ચંદુભાઇ પરમાર રહે.વડતાલ રેલ્વે સ્ટેશન સામે, (૪) પિકેશભાઇ ઉર્ફે પીંકો કંચનભાઇ ભોઇ રહે.બાકરોલ ભોઇ નિવાસ, આણંદ (૫) રાજેન્દ્રસિંહ ઉદેસિંહ ચૌહાણ રહે.બાકરોલ,ગાંધીચોક આણંદ (૬) અર્જુનસિંહ ફતેસિંહ રાઠોડ રહે.બાકરોલ દુધની ડેરી સામે, આણંદ (૭) રમેશભાઇ ઉર્ફે ઢોલો રતનભાઇ પરમાર રહે.વડતાલ દરબાર ચોક, (૮) ઠાકોરભાઇ શાંતીલાલ માછી રહે.વિદ્યાનગર, હરીઓમનગર આણંદ (૯) નિલેષભાઇ ઉર્ફે નીલુ માલાભાઇ માવી રહે.વડતાલ, રેલ્વે સ્ટેશન સામે, (૧૦) અમિતસિંહ ઉર્ફે લખન રોહિતસિંહ ચૌહાણ રહે. બાકરોલ પંચાયત ઓફિસ સામે, આણાંદ (૧૧) હિમતભાઇ અંબાલાલ પરમાર રહે.વડતાલ, મોટા ભાથીજી મંદિર સામે, તા.નડિયાદ જી.ખેડા  તેઓની પાસે અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂ. ૧૫ હજાર ૧૭૦ તથા દાવ પરના રોકડા રૂ. ૪ હજાર ૨૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૧૯ હજાર ૩૭૦ નો મુદ્દામાલ સાથે  ગુનો નોંધી ચકલાસી પોલીસ સ્ટેશને જુગારધારા ગુનો નોંધી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: