ગરબાડા પીએસઆઈ જે.એલ પટેલની અધ્યક્ષતામાં ડી.જે સંચાલકો સાથે મિટિંગ યોજાઈ.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા પીએસઆઈ જે.એલ પટેલની અધ્યક્ષતામાં ડી.જે સંચાલકો સાથે મિટિંગ યોજાઈ.
ગરબાડા પોલીસ મથકે આગામી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા યોજાનાર હોય જે નિમિતે દાહોદ કલેકટરે ડી.જે. બાબતે બહાર પાડેલ જાહેરનામાની સુચનાઓ આપવા માટે ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ પટેલની અધ્યક્ષતામાં પોલીસ મથક ખાતે ડી.જે ના માલિકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પરીક્ષા સેન્ટર ની નજીક ડી.જે ન વગાડવું તેમજ દાહોદ કલેકટરના જાહેરનામાનું ઉલંઘન ન થાય તે માટે તાકીદ કરાઈ હતી તેમજ જરૂરી સૂચનો કરાયા હતા.