નડિયાદ કોલેજ રોડ પર આવેલ કેનાલ પાસે ભૂવા પડતાં ભયનો માહોલ છવાયો.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાંથી પસાર થતી મહિ સિંચાઇ વિભાગની મુખ્ય કેનાલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. કેનાલની બંન્ને બાજુની સરંક્ષિત દિવાલો જર્જરિત
હાલતમાં છે. જેના કારણે ભયનો માહોલ છવાયો છે. નડિયાદના કોલેજ રોડ પરની આવેલી મહી સિંચાઇની મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ જોવા મળ્યો છે. તેવામાં અહીંયા રોડ પર ઊંડો ભૂવા પડતાં સ્થિતિ ભયાનક બની છે. જો આ ભૂવો પુરવામાં નહી આવે તો નહેરમાં ગાબડું પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે. કેનાલની દિવાલો પણ જર્જરિત છે. પાણીના સતત પ્રવાહથી અહીંયા ગાબડું વધી શકે છે. કેનાલની બાજુમાં રસ્તો પસાર થતો હોવાથી રાત્રીના સમયે વાહન ચાલકો ભુવામાં અકસ્માતનો ભોગ બને તેવી શકયતા છે. જોકે સમયસર આ ભુવો પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.