નડિયાદ પાસે ઉત્તરસંડામાં લોન પાસ થઈ ગઈ છે. તેમ કઇ ગઠિયાએ રૂપિયા ખંખેરી લીધી

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ પાસે ઉત્તરસંડામાં રહેતા ૨૭ વર્ષીય સ્નેહલ જીતેન્દ્રભાઈ પટેલ પોતે નડિયાદની એક ખાનગી બેન્કમાં કન્ઝ્યુમર લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ સ્નેહલભાઈને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં જણાવ્યું કે, તમારી ઇન્ટરનેશનલ લોન પાસ થઈ ગયી છે. જોકે પહેલા તો આ સ્નેહલભાઈને તો ખબર ન પડી એટલે એમણે કહ્યું કે મે કોઈલોન લીધી નથી. તો સામેવાળી વ્યક્તિએ સ્નેહલભાઈનુ આખુ નામ તેમજ એ ક્યા સર્વિસ કરે છે તે કહ્યું. વધુમાં કહ્યું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સિલ્વા ફેરાનેન્ડા નામથી મેસેજ આવશે તે તમને પૂરી માહિતી આપશે તેમ કહી ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ આ સ્નેહલભાઈના ફેસબુક એકાઉન્ટમાં ઉપરોક્ત સિલ્વા ફેરાનેન્ડા નામથી મેસેજ આવ્યા હતા. જેમાં અંગ્રેજીમાં જણાવ્યું હતું કે તમારી ઇન્ટરનેશનલ લોન ૧ હજાર  ડોલરની પાસ થયેલ છે. જે કુરિયર મારફતે તમને પૈસા મળશે. તે પછી આ સ્નેહલભાઈને વીડિયો કોલ મેસેન્જર ઉપર ફોન આવ્યો હતો. જેમાં બોક્ષમા મુકતો એક વિડિયો હતો અને આવતીકાલે તમારા ઘરે ડીલીવર થશે તેમ કહ્યું હતું. આ પછી બીજા દિવસે સવારે ઉપરોક્ત નંબર વાળા વ્યક્તિએ એક મેસેજ મોકલ્યો હતો. જેમાં અરવિંદ યાદવ નામના વ્યક્તિની બેંક ડીટેલ્સ હતી. થોડીવાર પછી આ સ્નેહલભાઈના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો અને જણાવ્યું કે તમે આ એકાઉન્ટની લીંક ખોલો તેમ કહેતા એકાઉન્ટ ઓપન કરી તમારા ખાતામાં રૂપિયા ૩૬ હજાર ૫૦૦ લોનનું બોક્સ છોડાવવા પેમેન્ટ જમા થશે તેમ કહ્યું હતું. પછી તુરંત જ સ્નેહલભાઈના વોટ્સએપ પર ઉપરોક્ત સિલ્વા ફેરાનેન્ડા નામથી મેસેજ આવેલો જેમાં કુરિયરની રીસીપ્ટ તેમજ ડીલીવરી બોક્સનો ફોટો હતો. બીજી બાજુ ઉપરોક્ત અરવિંદ યાદવના બેન્કના એકાઉન્ટની લીંક સ્નેહલભાઈના મોબાઇલમાં ઓપન હોય તેમના ખાતામાંથી સૌ પહેલા ૧૨ હજાર રૂપિયા એ પછી અલગ અલગ દિવસો દરમિયાન કુલ રૂપિયા ૮૯ હજાર ૫૦૦ મેળવી લીધા હતા. ચેતી સ્નેહલભાઈએ તુરંત પોતાનું ફેસબુક એકાઉન્ટ તેમજ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું અને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ આજે ચકલાસી પોલીસ મથકમાં ઉપરોક્ત ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: