ડુંગર ગામે તાલુકો વાઇબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે તાલુકા વાઇબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિર યોજાઇ
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે તાલુકા વાઇબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિર યોજવામાં આવેલ હતી જેમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમીલાબેન પારગી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી શાંતાબેન મુકેશભાઈ પારગી તાલુકા પંચાયતના ઉપરમુખ શ્રી પ્રતાપભાઈ તાવિયાડ ઝાલોદ અને સંજેલી પશુ દવાખાના ના પશુ ચિકિત્સક તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ખેડૂતો હાજર રહ્યા હતા તાલુકો વાઇબ્રન્ટ પશુપાલન શિક્ષણ શિબિરમાં પશુ સંવર્ધન. પશુ આરોગ્ય. પશુ પોષણ. પશુ માવજત. વિષયો પર માહિતી આપવામાં આવેલ હતી તેમજ પશુપાલકો ની આવક માં વધારો બમણી કેમ કરવી તેને વિસ્તૃત માહિતી સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફતેપુરા પશુચિકિત્સ સંગાડા કરેલું હતું