મુંડાહેડા અને રણીયાર સરકારી પ્રાથમિક શાળાઓના નિર્માણ પામનાર ૧૪ ઓરડાઓનુ ખાતમુહર્ત કરતા જશવંતસિંહ ભાભોર
દાહોદ તા.૨૨
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામા સર્વ શિક્ષા અભિયાન હેઠળ મુંડાહેડા પ્રાથમિક શાળાના રૂ/-૪૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર ઓરડા અને રણિયાર સરકારી પ્રાથમિક શાળાના રૂ/-૪૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૭ ઓરડા એમ કુલ રૂ/- ૮૪ લાખના ખર્ચે કુલ-૧૪ નિર્માણ પામનાર ઓરડાનુ ખાતમુહર્ત દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતી રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરિયા, જીલ્લા પંચાયત સદસ્ય સર્વે શ્રી, બી.ડી.વાઘેલા, લલિતભાઇ ભુરિયા, ક્રિશ્નરાજ ભુરિયા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ, ગ્રામજનો, શિક્ષકો, શાળાના બાળકો, વાલીઓ વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે સાંસદશ્રીનુ તથા મહાનુભવોનુ ગ્રામજનો અને બાળકો, શિક્ષકો દ્વારા ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
#Dahod