શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ દસ સ્પર્ધાઓનું આયોજન કરાયું
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ: યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ ના ભાગરૂપે અને ”સનાતન સંસ્કૃતિ પઢાવો વીર બનાવો ” અંતર્ગત વિવિધ દસ સ્પર્ધાઓમાંની આજરોજ સેમી ફાઇનલ રાઉન્ડ માં “યોગાસન સ્પર્ધા ” અને “પઝલ સ્પર્ધા બાળકો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું.
પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજે ખાસ ઉપસ્થિત રહીને બાળકો આર્શીવચન પાઠવ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે યોગાસન સ્પર્ધા માં જો બાળકો નાની ઉંમર થી યોગ માં જોડાશે. તો બાળક નુ તન અને મન નિરોગી રહેશે. અને બાળકો ને જો નાની ઉંમર માં તેજસ્વી ના, નિર્ભય ના , અને નિડરતા ના ગુણો સિંચવામા આવે તો બાળક ના જીવન મા જો કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેમાં થી બાળકો સરળતા થી બહાર નીકળી શકે છે અને યોગ ફક્ત નાના બાળકો નહી. દરેક ઉંમર ના લોકો યોગાસન કરે, પ્રાણાયામ કરે, અને ધ્યાન કરે, તો દરેક વ્યક્તિ તન અને મન થી નિરોગી રહેશે. અને પઝલ સ્પર્ધા દ્વારા બાળક ની માનસિકતા ખીલે છે. અને પઝલ સ્પર્ધા મા માં બાળક ના મગજ ની ચોકસાઈ વધે છે, અને બાળક ને સમય ની મર્યાદા માં પઝલ પુરી કરવાની તેની સમજ આવે છે આ રીતે નાની ઉંમરે બાળક માં નિર્ભયતા ના સંસ્કાર, તેજસ્વી ના સંસ્કાર, અને નિડરતા ના સંસ્કાર આપવમાં આવે તો પરિવાર ક્ષેત્રે, સમાજ ના ક્ષેત્રે, અને રાષ્ટ્રીય ક્ષેત્રે વ્યક્તિત્વ ગૌરવ ઉભુ કરે, નિર્ભયતાના ગુણો વિકસે તેવી શુભેચ્છા પાઠવી હતી
સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ એ ભાગ લીધેલ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.