નડિયાદ સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીના પાર્લામેન્ટ સદસ્યતા રદ્દ કરવાના મામલે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતા ડો. અમીત નાયક, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલસિંહ રાઠોડ, કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ,ગોકુલ શાહ, સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશ કોગ્રેસના પ્રવકતાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ખોટો ઉપજાવી કાઢેલો કેસ છે, જે સ્પિચ દક્ષિણ ભારતમાં આપી હતી તે સ્પિચને આધાર બનાવીને ગુજરાતના સુરતમાં માનહાનીનો કેસ દાખલ કરાયો હતો. ભારતીય જનતા પાર્ટી નેતાને આ સ્પિચ સાથે સિધો કોઈ લગાવ કે આક્ષેપ નથી એવા વ્યક્તિએ રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કરે છે અને નીચલી કોર્ટમાં જે બાબત આવતી નથી એવી કોર્ટમાં તાબડતોડ આ કેસ ચલાવવામાં આવે છે અને ચુકાદો આપી દેવામાં આવે છે. આવા બદનક્ષીમાં કેસમાં કાયદો કહે છે કે, ઓછામાં ઓછી સજા થાય તે ધ્યાન રાખવું જોઈએ. વધુમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું કે, અમે અત્યાર સુધી સાસંદમા લડતા હતા પણ હવે સડક પર લડીશું, અમારો એટલે કે, જનતાનો અવાજ દબાવી શકશે નહી. આવનાર દિવસોમાં આક્રમક કાર્યક્રમો આપીશું અને વારંવાર સવાલો ઉઠાવતા રહીશું. તેઓએ જણાવ્યું કે, ગુજરાતના જે અદાણી પોર્ટ પરથી લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની તપાસ કેમ નથી કરવામાં આવતી નથી. તેવા સવાલોનો ઉઠાવ્યા હતો.