ચૈત્ર સુદ નોંમ થી ચૈત્ર સુદ પૂનમ સુધી ચૈત્રી સમૈયો ધામ ધૂમ પૂર્વક ઉજવાશે

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદ : શ્રી વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા. ૩૦ માર્ચ ચૈત્ર સુદ નોમથી તા. ૬ ઠી એપ્રિલ ચૈત્ર સુદ પૂનમ ગુરુવાર સુધી ચૈત્રી સમૈયો તથા શ્રી હરિનો ૨૪૨ મો પ્રાગટસવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આ પ્રસંગે ભક્ત ચિંતામણી અંતર્ગત પરચા પ્રકરણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. વડતાલ મંદિરના કોઠારી ડો. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિએ કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં પોતાના આશ્રિતોને વણતતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. વડતાલ ધામને આંગણે ચૈત્રી સમૈયાની પરંપરાનુસાર  વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં અ. નિ. સ. ગુ. શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા તથા અ. નિ. મંગળદાસ છગનલાલ મુખી ના દિવ્ય આશિષથી સ.ગુ.શા. શ્રી બાલકૃષ્ણદાસજી મેતપુરવાળાની પ્રેરણાથી મેતપુર (મુંબઈ) ના અ. નિ. પટેલ વસંતલાલ મુખી તથા અ.નિ. પટેલ ઉજમબેન વસંતલાલ મુખી તથા અ.નિ. પટેલ ભાનુબેન જગદીશભાઈ મુખીની સ્મૃતિમાં મુખી પરિવારના યજમાન પદે ચૈત્ર સુદ નોમ (હરિ જયંતિ) તા. ૩૦ માર્ચ થી ચૈત્ર સુદ ૧૫ (પૂનમ) તા. ૬ ઠ્ઠી એપ્રિલ 2023 સુધી ચૈત્રી સમૈયાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આરાધ્ય ઇષ્ટદેવ શ્રી હરિ નો ૨૪૨ હું પ્રાગટ્યોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ સમૈયમાં ભક્ત ચિંતામણી અંતર્ગત પરચાપ્રકારની કથા પારાયણ સપ્તાહનું પણ આયોજન કરેલ છે. જેના વક્તા પદે બુધેજના સ. ગુ.શા. નારાયણ છરાંદાજી તથા શા. સ્વામી માનસ પ્રસાદજી (સાવદાવાળા) બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે.
ચૈત્રી સમૈયાના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો, તા. ૨૯ મી માર્ચના રોજ સાંજે ૫ કલાકે ગોમતીજી થી જળયાત્રા તથાપોથી યાત્રા વાવાજતેતે ગાજતે મંદિરે આવશે.
તા. ૩૦ મી માર્ચના રોજ ચૈત્ર સુદ નોમ હરી જયંતી ના રોજ સવારે ૬ થી ૭ : ૩૦ કલાક દરમિયાન દિવ્ય અભિષેક, સવારે ૧૧ : ૦૦ કલાકે ભવ્ય અન્નકૂટ આરતી, રાત્રે ૧૦ : ૧૦ કલાકે શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ.
તા. ૧ લી એપ્રિલ ના રોજ ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને સ. ગુ. ગોપાળાનંદ સ્વામીના આસાને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપશે. કથા સ્થળ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, સભા મંડપમાં કથાનો સમ ભય દરરોજ સવારે ૮ : ૩૦ થી ૧૧ : ૩૦ તથા બપોરે ૩ : ૩૦ થી ૬ : ૩૦ કલાકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!