ગરમીમાં લીંબુ નો ઉપયોગ વધતા માર્કેટમાં લીંબુના ભાવમાં ઉછાળો આવ્યો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદની શાકમાર્કેટમાં લીંબુના ભાવમાં રૂ. ૧૦૦થઈ રૂ.૧૨૦ જોવા મળ્યો છે. ટૂંક સમયમા જ લીંબુના ભાવમાં ૫૦ ટકાના વધારે લોકો લીંબુના ભાવને લઇ મુંઝવણમાં મુકાયા હતા. બીજી તરફ સોસાયટીમાં આવતા શાકલારીઓ પર લીંબુનો ભાવ રૂ.૧૬૦ સુધી પહોંચ્યો હતો. ગરમીને લઈ લીંબુની માંગમાં વધી છે ત્યારે નડિયાદ વાસીઓને ઉનાળાની ગરમીથી બચવા માટે લીંબુ ખરીદતા હોય છે. પરંતુ હાલ છેલ્લા થોડા દિવસથી ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં થોડા દિવસ પહેલા રૂ.૬૦ ના કિલો વેચાતા લીંબુ હાલ શાકમાર્કેટમાં જ રૂ.૧૨૦ વેચાયા હતા. ત્યારે સોસાયટીઓમાં લારી લઇને આવતા શાક વાળા પાસે રૂ.૧૬૦ ના કિલોનો ભાવ બોલાતા રહીશો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે લીંબુની સાથે સાથે તુવેરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. જેમાં હાલ રૂ.૧૧૦ ની આસપાસ તુવેર વેચાતી જોવા મળી હતી. ઉનાળાને કારણે લીંબુની માંગ વધી છે. પરંતુ હાલ લીંબુનુ ઉત્પાદન ઓછું હોવાને લઇ ભાવ ઉંચકાયા છે. ઉપરાંત તેની આવક મદ્રાસ અને ભાવનગર તરફથી થતી હોય છે. ત્યારે આ આવક પણ ઓછી હોવાને લઇ ભાવમાં ડબ્બલ વધારો જોવા મળ્યો છે. શાકના વેપારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!