ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
ફરહાન પટેલ સંજેલી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, સૈનિક પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ તેમજ જરૂરી મટીરીયલ આપવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ૧૪ એપ્રિલના રોજ સવિંધાનના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રેણતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૨ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબા સાહેબના જન્મથી માંડીને જીવન ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. નાનપણથી બાળક ભીમરાવના માતા પિતાના સંસ્કારો ઉતર્યા એની સમજ આપી હતી. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સંગાડા દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારો રજૂ કર્યા હતા જેવા કે હું એવા ધર્મમાં માનું છું કે જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે છે, આ દુનિયામાં ગરીબ એજ છે કે શિક્ષિત નથી. એટલા માટે અડધી રોટલી ખાઓ પરંતુ પોતાના બાળકોને જરૂર ભણાવો, શિક્ષણએ વાઘણના દૂધ જેવું છે. જે કોઈ પીવે છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી એવા વિચારોની સમજ આપી હતી. સુખસર ક્લાસના સંચાલક રાજુભાઈ મકવાણા એ ડૉ. બાબા સાહેબના જીવન ચરિત્રની સમજ આપી હતી. આમ ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે બાબા સાહેબના જન્મ જયંતીની ઉજવણી નિમિતે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દિલીપકુમાર મકવાણા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા આમ ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે સાદર નમન કરવામાં આવ્યા હતા અને હાર્દિક શુભકામના પાઠવી હતી.






