કરીયાણાની દુકાન કરવા દારૂડીયા પતિ દ્વારા બાપના ઘરેથી પૈસા લઈ આવવા અવાર નવાર દબાણ કરી જાે પૈસા નહી લાવે તો ઘરમાં ન રહેવા દેવાની ધમકી આપી.
સિંધુ ઉદય
કરીયાણાની દુકાન કરવા દારૂડીયા પતિ દ્વારા બાપના ઘરેથી પૈસા લઈ આવવા અવાર નવાર દબાણ કરી જાે પૈસા નહી લાવે તો ઘરમાં ન રહેવા દેવાની ધમકી આપી મારકુટ કરી સાસરીયા દ્વારા છેલ્લા નવ માસથી શારીરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ યશોદા ડેન્સી, ગરાસીયાના બંગાલા પાસે રહેતા દયાશંકર મિશ્રાની દીકરી ૨૧ વર્ષીય ખુશીબેનના લગ્ન તા. ૧૫-૪-૨૦૨૨ના રોજ દાહોદ મુવાલીયા ક્રોસીંગ, પાર્વતી નગર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતિક લુકેન્દ્ર શર્મા સાથે થયા હતા. ખુશીબેનને લગ્ન બાદ ત્રણેક માસ સુધી તેના પતિ, સાસુ, નણંદ, તેમજ અન્ય સાસરીયા દ્વારા સારૂ રાખવામાં આવ્યા બાદ તેઓનુ પોત પ્રકાશ્યું હતું અને ખુશીબેનના પતિ દારૂ પીને, ખુશીબેનને તું તારા બાપના ઘરેથી દહેજમાં કાંઈ લાવી નથી. અને મારે કરિયાણાની દુકાન ચાલુ કરવાની હોઈ જેથી તું તારા બાપના ઘરેથી રૂપિયા ૫૦ હજાર લઈ આવ જાે તું પૈસા લઈ આવે તો જ તને અમારા ઘરમાં રહેવા દઈશ. તેમ કહી દહેજની માંગણી કરી ખુશીબેનને અવાર નવાર હેરાન પરેશાન કરી કોઈ પણ કોઈ પણ કારણ વગર ઝઘડો તકરાર કરી તું મારા ઘરમાંથી નીકળી જા તેમ કહી મારકુટ કરી ત્રાસ આપતો હતો જ્યારે ખુશીબેનની સાસુ આશાબેન લુકેન્દ્ર શર્મા, નણંદ શાંતાબેન વિદ્યાધર મીશ્રા તથા નિશુ લુકેન્દ્ર શર્મા વગેરેએ ઘરમાંથી કાઢી મુકવા ચઢામણી કરતા હતા અને તમામે ભેગા મળી ખુશીબેનને ગાળો બોલી, મારી નાંખવાની ધાકધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા ખુશીબેને પિયરવાટ પકડી હતી અને પોતાને ઘરે આવી પોતાનિ વિતક કહી સંભળાવ્યા બાદ પોતાના પતિ સહીત ઉપરોક્ત સાસરીયા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ઈપિકો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૪, ૫૬(૨), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

