દાહોદ પાલિકાના 9 વોર્ડમાં દરેક વિસ્તારોમાં પાલિકાની ટીમ કરશે પાણી કનેકશન સર્વે -પાલિકા પ્રમુખ
નીલ ડોડીયાર
દાહોદ પાલિકાના 9 વોર્ડમાં દરેક વિસ્તારોમાં પાલિકાની ટીમ કરશે ભૂતિયા પાણી કનેક્શન સર્વે પાલિકા ખાતેથી પ્રમુખ દ્રારા અપાઈ માહિતી
દાહોદ શહેરમાં પાલિકા દ્રારા હવે દરેક વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9 સુધી દરરોજ પાલિકાની જુદી જુદી ટીમો દ્રારા દરેક વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને પીવાના પાણીના નળ કનેક્શનનું સર્વે કરાશે જેમાં દાહોદ પાલિકાની ટીમ વિસ્તારોમાં ફરશે અને કડાણા તેમજ પાટા ડુંગરી સ્તિથ જળાશયો માંથી આપવામાં આવતા પાણીના નળ કનેક્શનનું સર્વે કરવામાં આવશે જેમાં ભૂતિયા કનેક્શન ધારક હશે તો તે કનેક્શન પાલિકાની વોટર સપ્લાયની ટીમ તેનું જોડાણ બંધ કરી અને પાલિકા ખાતે રિપોર્ટ સોંપશે જેમાં પાલિકા પ્રમુખ દ્રારા માહિતી આપતા જણાવાયું હતું કે દાહોદ શહેરના પાલિકાના દરેક વોર્ડના વિસ્તારોમાં વોટર સપ્લાયની ટીમ ભૂતિયા કનેક્શનોનું સર્વે કરશે અને તેનું જોડાણ બંધ કરી પાલિકાની ટીમ અધિકારીને રિપોર્ટ સોંપશે જોકે હાલતો પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર ભૂતિયા પાણીના નળ કનેક્શન બાબતે શું કાર્યવાહી અને દંડ કરવામાં આવશે તે હજુ નક્કી નથી કરાયું પરંતુ વોટર્સસપ્લાય ચેરમેન જોડે બેઠક બાદ નિર્ણય લેવાશે તેવું જણાવાયું હતું જોકે હાલતો પાલિકાની વોટર્સ સપ્લાયની ટીમે શહેરમાં લાગેલા ભૂતિયા પાણીના નળ કનેક્શન માટેનું સર્વે હાથ ધરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે તેવી માહિતી પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્રારા 26મી એપ્રિલના રોજ આપવામાં આવી હતી