ઝાલોદ તાલુકાના ૬૫ ગામોમાં નેશનલ કોરિડોર મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
જીગ્નેશ બારીઆ/ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ/ઝાલોદ તા.1
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં નેશનલ કોરીડોર હાઈવે મામલે અગાઉ પણ અનેક વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.આ સંદર્ભે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ઝાલોદ તાલુકાના ૬૫ ગામના ગ્રામજનો દ્વારા આ નેશનલ કોરિડોર મામલે ઉગ્ર વિરોધ ફરીવાર નોંધાવ્યો હતો. અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે જો નેશનલ કોરીડોર હાઈવેનું નિર્માણ થશે તો અહીંના ખેડૂતો તેમજ રહેવાસીઓ ઘરવિહોણા તેમજ રોજગારી વિહોણા થઇ જશે નું જણાવ્યું હતું અને જો આમ હશે તો આવનાર દિવસોમાં ઝાલોદ તાલુકાના ૬૫ ગામના ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
#dahod #sindhuday