દાહોદના તાલુકા સર્કલ બાબા સાહેબ આંબેડકર ચોક નજીક આવેલ સ્કાઈ ડાઇન રેસ્ટોરેન્ટ સીલ કરવામાં આવ્યું હતું.
સિંધુ ઉદય
દાહોદના તાલુકા સર્કલ બાબા સાહેબ આંબેડકર ચોક નજીક આવેલ સ્કાઈ ડાઇન રેસ્ટોરેન્ટ સીલ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને પગલે તંત્રને અનેક ફરિયાદો પણ મળતી હતી ત્યારે આજરોજ તારીખ ૦૬ એપ્રિલને શનિવારના રોજ દાહોદ પ્રાત અધિકારીના આદેશ અનુસાર દાહોદ મામલતદાર સહિતની ટિમનો કાફલો તાલુકા સર્કલ બાબા સાહેબ આંબેડકર ચોક નજીક બિલિડિંગના છત્તા માળે આવેલ સ્કાઈ ડાઇન રેસ્ટોરન્ટ પહોંચી ગઈ હતી. રેસ્ટોરેન્ટને સીલ મારવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. અધિકારીથી પૂછતાજ કરત જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો પોતાના વાહનો રસ્તા પરજ મૂકી રેસ્ટોરન્ટમાં જતાં રહેતા હતા જેના કારને અવાર નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.

