ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર ખારવા નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર ખારવા નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો.દાહોદ અલીરાજપુર હાઇવે પર અકસ્માતના બનાવોની વણથંભી વણઝારગત શનિવારના રોજ ખરજ ગામે એક જ સ્થળે બે અકસ્માતો સર્જાયા હતા.ગત તારીખ ૬ નારોજ દાહોદ અલીરાપુર હાઇવે પર ખરજ ગામે પુલ પર બપોરના સમયે એક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસ ટી બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતમાં એસટી બસનો આગળનો કાચ તુટી ગયો હતો અને બસને નુકશાન થવામાં પામ્યું હતું ત્યારબાદ એજ સ્થળે રાત્રિના આશરે ૮ વાગ્યાના સમયે ફોર વ્હીલર તેમજ બાઈક વચ્ચે અકસ્માતની બીજી ઘટના બની હતી જે અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચતા ૧૦૮ મારફતે દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. તેમજ તારીખ ૭ ના રોજ ગરબાડા દાહોદ અલીરાજપુર નેશનલ હાઇવે પર ખારવા નજીક રસ્તો પહોળો કરીને નવીનીકરણ ની કામગીરી ચાલી છે ત્યારે રોડ પર એક બાજુ વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે છતાં પણ વાહન ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો ડાયવર્ઝન પાસે બે મોટર સાયકલ સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક ચાલક બાઈક પરથી ફંગોળાઈ રોડની સાઇડ ફેંકાઈ ગયો હતો અકસ્માતમાં બંને ચાલકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ ઇજાગ્રસ્ત ચાલકને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: