દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે એક મોટરસાઈક સ્લીપ ખાઈ જતાં સર્જાયો અકસ્માત.
સિંધુ ઉદય
દાહોદ તા.૨૧દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે એક મોટરસાઈક સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.ગત તા.૨૦મી મેના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે પટેલ ફળિયામાં રહેતાં રમેશભાઈ હિમુભાઈ પલાસ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામેથી ઘાટી પાસેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં રમેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં આ સંબંધે વાંદરીયા ગામે પટેલ ફળિયામાં રહેતાં હિમુભાઈ ભલુભાઈ પલાસે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.