ઝાલોદ નગરપાલીકા વિસ્તારમાં દિવસ દરમ્યાન પણ લાઇટ ચાલુ જોવાતા તંત્રની બેદરકારી સામે આવી.
પંકજ પંડિત
ઝાલોદ નગરપાલીકા વિસ્તારમાં દિવસ દરમ્યાન પણ લાઇટ ચાલુ જોવાતા તંત્રની બેદરકારી સામે આવી ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં થોડા મહિના અગાઉ નગરપાલિકા દ્વારા જી.ઇ.બી નું સ્ટ્રીટ લાઇટનું બિલ ન ભરતાં નગરની સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવેલ હતું. સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાતા નગરજનોને ત્રણ થી ચાર દિવસ માટે રાત્રી દરમિયાન નગરના માર્ગો પર અંધારપટનો સામનો કરવો પડેલ હતો. આખરે જી.ઇબી સાથે સમજૂતિ થતાં નગરની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી હતી.આજ રોજ તારીખ 31-05-2023 બુધવારના રોજ સવારના 11 વાગ્યાના આજુબાજુ ભરત ટાવર પાસે સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળેલ હતું. આ લાઇટ ચાલુ રહેતા જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી જોવા મળેલ હતી.