મહેમદાવાદના સુઢા વણસોલમા બાથરૂમની છત પડી જતાં મહિલાનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
મહેમદાવાદના સુઢા વણસોલમા બાથરૂમની છત પડી જતાં મહિલાનું મોત મહેમદાવાદ તાલુકાના સૂંઢા વણસોલ ગામના મંદિર પાછળ આવેલ ફળિયામાં રવિવારે બાથરૂમની જર્જરીત દિવાલ ઉતારવાનું કામ ચાલુ હતું. તે દરમિયાન કામ કરતા મહિલા સમ્ભાબેન ભુપતભાઈ ચૌહાણ ઉં.૫૦ પર ધસી પડતા મહિલા નીચે દબાઈ ગયા હતાં.અને ગ્રામજનો દોડી આવી દબાઇ ગયેલા મહિલા સમ્ભાબેનને બહાર કાઢીયા હતાં સમ્ભાબેનને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે મહેમદાવાદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. મહેમદાવાદ પોલીસે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક મહિલા છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પતિ અને પરિવારમાં એક દિકરી અને દિકરો દિવ્યાંગ છે.


