નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ.
નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ નડિયાદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અઘિકારી જે. બી. ભોરાણીયાની અઘ્યક્ષતામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નડિયાદ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઊજવણીના ભાગરૂપે સંબધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડિયાદ મુકામે તા.૨૧ જુન-૨૦૨૩ ના રોજ સવારે ૦૫:૩૦ કલાક થી ૦૭:૪૫ કલાક દરમ્યાન જિલ્લાના મુખ્ય કાર્યક્રમ રૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં બે થી ત્રણ હજાર યોગ સાધકો ભાગ લેવાના છે. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોગ માટે બનાવવામાં આવેલ સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાણીની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, સાફ- સફાઈ અંગે સંબધિત વિભાગ આરોગ્ય, વિભાગ, પાણી પુરવઠા વિભાગ, અને આર એન બી વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપેયી, નડિયાદ સીટી અને રૂરલ મામલતદારશ્રી સહિત સંબધિત અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


