બિનવારસી મળી આવેલ બાળકીની મુલાકાત માટે બાળ કલ્યાણ સમિતિ (CWC) પહોંચી ઝાયડ્સ હોસ્પિટલ
ગગન સોની / ધ્રૃવ ગોસ્વામી
ચેરમેન નરેન્દ્રભાઈ સોનીએ ડૉક્ટરો સાથે કરી ચર્ચા
તા.6/3/2020 ના રોજ જિલ્લા ચાઈલ્ડ લાઇન દાહોદ દ્વારા બિન વારસી બાળકી લીમખેડા તાલુકામાં થી મળી આવેલ તે બાળકી ને બાળ કલ્યાણ સમિતિ ,દાહોદ સમક્ષ રજૂ કરતા બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બાળકી ને દાહોદ ના ઝાયડ્સ હોસ્પિટલ માં સારવાર માટે કાર્યવાહી કરવા માં આવેલ તેમજ બાળકી ની દેખરેખ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ ના સ્ટાફ ને પણ આદેશ કરવામાં આવેલ ત્યાર બાદ બાળકી ની સારવાર માં કોઈ પણ પ્રકાર ની કચાસ ના રહી જાય તેવા શુદ્ધ આશય થી દાહોદ જિલ્લા ની બાળ કલ્યાણ સમિતિ ના ચેરેમનશ્રી નરેન્દ્રભાઈ સોની અને સભ્યશ્રી ઓ તેમજ સ્ટાફ પણ દાહોદ ની ઝાયડ્સ હોસ્પિટલ ની મુલાકાત માટે પહોંચ્યા ત્યાર બાદ ડૉ સાથે પણ વાતચિત કરી બાળકી ને સંપુર્ણ પણે સ્વાસ્થ્ય સુંદર અને તંદુરસ્ત વહેલી તકે થાય એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
#Dahod #Sindhuuday