દાહોદ ના દેસાઈ વાડ વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય સ્થળપર આવી પાણીના નિકાલ માટે પાલીકા તંત્રને સૂચના આપી.
દાહોદ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસાદ દેસાઈ વાડ વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય સ્થળપર આવી પાણીના નિકાલ માટે પાલીકા તંત્રને સૂચના આપી
આજ તારીખ 2.7.2023 રવિવારના બપોરના સમય દરમિયાન દાહોદ શહેર સહિત જિલ્લામાં અવિરત વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં પાણી પાણી થયા હતા જેમાં કેટલાય વિસ્તારોમા ઘરોમા પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયાં હતા જેમાં દાહોદ શહેરના દેસાઈ વાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોએ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને કરતા તેઓ પણ દેસાઈ વાડ ખાતે દોડી આવ્યા હતા અને લોકોની સમશ્યાઓ સાંભળી તાત્કાલિક નગરપાલીકા તંત્રને જાણ કરી તાત્કાલિક પાણીના નિકાલ માટેની સૂચના આપતાં વિસ્તારમાં ભરાયેલાં પાણીના નિકાલ માટેની કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી





