તા.૬ જુલાઈએ દાહોદ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે.
સિંધુ ઉદય
તા.૬ જુલાઈએ દાહોદ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે દાહોદ..બુધવાર ..જિલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદ ધ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગ દર્શન શિબિર તા.6,7.,2023 ના રોજ સવારના ૧૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી દાહોદ ખાતે યોજાશે આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે,,આઈ, ટી, આઈ, ટ્રેડ, બી,એ,ડિપ્લોમાં, મિકેનિકલ, ઈલેટ્રીકલ, ઈલેક્ટ્રોનિકલ, બી,ટેક, બી, ઈ,મિકેનિકલ, ઈલેટ્રીકલ, ઈલેક્ટ્રોનિકલમાં વગેરેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે તથા સ્વરોજગાર માર્ગ દર્શન શિબિરમાં માર્ગ દર્શન પુરુ પાડવામાં આવશે, અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરુષ 18 થી 35 વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે, રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો પોતાના બાયો ડેટા સાથે સ્વખેંચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા જણાવ્યુ છે,