ચાલતી કારમાં અચાનક આગ લાગી, કારમા બેઠેલા બે વ્યક્તિઓના આબાદ બચાવ થયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ચાલતી કારમાં અચાનક આગ લાગી, કારમા બેઠેલા બે વ્યક્તિઓના આબાદ બચાવ થયો નડિયાદમાં આજે બપોરે કારમાં આગ લાગવાની ઘટના બની હતી શહેરના પોશ વિસ્તારમાંથી પસાર થતી એક કારમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. કાર ચાલક અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. નડિયાદ શહેરમાં આવેલ મહાગુજરાત હોસ્પિટલ પાસે બુધવારે બપોરે એક ફોર વ્હીલર કાર પસાર થઈ રહી હતી. જેમાં એકાએક આગ લાગતાં ચાલકે રોડની સાઈડ ઉપર કારને ઉભી કરી દીધી હતી.ત્ક કારમાં બેઠેલા ચાલક અને એક વ્યક્તિ સમયસર બહાર નીકળી ગયા હતા. આગળના બોનેટ પાસે ધુમાડા નીકળતા કારમાં સ્પાર્ક થયું હોવાનું અનુમાન છે. કારમાં આગ લાગતાં જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને આગની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. કારના એન્જિન પાસે વાયરીંગમાં સ્પાર્ક થતાં કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. ભરચક બજાર વિસ્તારમાં ઘટના બનતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.


