ખેતરમાં એક કાચા પતરાવાળા છાપરામાં ઓચિંતો છાપો મારી રૂપિયા ૧.૯૩ લાખ ઉપરાતની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડતી પીપલોદ પોલીસ.
પથિક સુતરીયા દે. બારીયા
દાહોદ તા.૨૨દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાની પીપલોદ પોલિસે દેવગઢ બારીઆના રેબારી ગામે વચલા ફળિયામાં એક મહિલા બુટલેગરના ખેતરમાં એક કાચા પતરાવાળા છાપરામાં ઓચિંતો છાપો મારી રૂપિયા ૧.૯૩ લાખ ઉપરાતની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડી મહિલા બુટેલગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
રેબારી ગામે વચલા ફળિયામાં રહેતા કોકીલાબેન રંગીતભાઈ ભયજીભાઈ બારીયાના ખેતરમાં એક કાચા પતરાવાળા છાપરામાં રેબારી ગામના ચોકી ફળિયામાં રહેતો દિનેશભાઈ ઉર્ભે ભંગારી ભયલાભાઈ પટેલ વિદેશી દારૂનો જથ્થો મૂકી ગયો હોવાની પીપલોદ પોલિસને બાતમી મળી હતી જે બાતમીના આધારે પી.એસ.આઈ જી.બી.પરમાર પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ કોકીલાબેન રંગીતભાઈ બારીયાના ખેતરમાં બનાવેલ એક કાચા પતરાવાળા છાપરામાંથી રૂા. ૧,૯૩,૬૨૬ની કુલ કિંમતના ભારતીય બનાવટના પ્લાટીકના કવાર્ટર તથા બીયરટીન મળી કુલ બોટલ નંગ-૧૮૦૩ ભરેલ પેટીઓ નંગ-૪૦ પકડી પાડી કબજે લીધી હતી. આ સંબંધે પીપલોદ પોલિસે રેબારી ગામના વચલા ફળિયામાં રહેતા કોકીલાબેન રંગીતભાઈ બારીયા તથા સદર વિદેશી દારૂનો જથ્થો મૂકી જનાર રેબારી ગામના ચોકી ફળિયાના દિનેશભાઈ ઉર્ફે ભંગારી ભયલાભાઈ પટેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.