નડિયાદની દિકરીએ મહેમદાવાદ ખાતે રહેતા સાસરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદની દિકરીએ મહેમદાવાદ ખાતે રહેતા સાસરીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી નડિયાદની યુવતીના લગ્ર આજથી ૧૫ વર્ષ અગાઉ મહેમદાવાદના ખાત્રજ ગામે રહેતા યુવાન સાથે થયા હતા. સંતાનમાં 3 દિકરીઓ અને એક દિકરો છે. જેમાંથી એક સૌથી મોટી દિકરી તો કિશોર અવસ્થાએ છે. આ પરિણીતાની બે નંણદો જે પરિણીત છે અને પોતાની સાસરીમાં રહે છે. પરિણીતાને પતિ, સાસુ, નણંદ અવારનવાર ઘરના કામકાજ બાબતે મ્હેણાં ટોણાં મારી તેણીની સાથે ઝઘડો કરતાં હતાં. નંણદો કહેતી કે તારા પિતા કોઈ વ્યવહાર કરતા નથી કહી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સાંજે સાસરીના લોકો જેમાં પરિણીતાના સાસુ, સસરા, બે નંણદો એમ તમામ બેસી બાળાવાળ લેવા બાબતે ચર્ચા કરવાની હોય તે સમયે પરિણીતાએ પોતાની દિકરીઓને ઘરમાં સાફ સફાઈ કરવાનું કહેતા સાસુ, પતિ, બે નંણદો એકદમ ઉશ્કેરાઇને પરિણીતા સાથે ઝઘડો કરવા લાગી હતી.તે વખતે આક્રોશમાં આવેલી બે નણંદોએ પોતાની ભાભીને ગડદાપાટુનો માર મારવા લાગી હતી. જ્યારે પતિ અને સાસુ ઉશ્કેરણી કરતા હતાં. આ દરમિયાન સસરાએ વચ્ચે પડી પુત્રવધુને બચાવી હતી.ત્યારબાદ તેણીના પિતા પરિણીતાને પોતાની સાથે લઈ ગયા હતા અને બીજા દિવસે તેણીને શરીરે દુખાવો થતાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પરિણીતા તેડી જવાનું કહેતાતો સાસરીયાના લોકોએ કહ્યું અમે બીજા લગ્ન કરાવી દઈશુ તું અમારા ઘરે આવીશ તો તને કાપી વાત્રક નદીમાં ફેંકી દઈશુ તેવી ધમકી આપી હતી. આ બનાવ મામલે પરિણીતાએ મહેમદાવાદ પોલીસમાં પોતાના પતિ, સાસુ અને બે નણંદો મળી કુલ ૪ સામે ફરિયાદ નોંધાવી છે.