ઝાલોદ થી મોરબી જતી એસ ટી બસમાંથી સંતરામપુર પોલીસે વિદેશી દારૂ ભરેલી થેલી સાથે મહિલા બુટલેગર ઝડપી પાડી.
સંજય જયસ્વાલ


ઝાલોદ થી મોરબી જતી એસ ટી બસમાંથી સંતરામપુર પોલીસે વિદેશી દારૂ ભરેલી થેલી સાથે મહિલા બુટલેગર ઝડપી પાડી
,સંતરામપુર પી ,આઈ, નેબાતમી મળી હતી કે, ઝોલોદ થી મોરબી જતી એસટી, બસમાં એક મહિલા ઈંગ્લીશ દારૂ લઈઅમદાવાદ જનાર છે તેવી બાતમી આધારે પોલીસે ઇન્સ્પેક્ટર કે,કે, ડીડોર, દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનના માણસો સંતરામપુર બસસ્ટેશનમાં નાકાબંધી કરીતપાસમાં હતા, તે દરમિયાન આ મહિલા નેદારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવી હતી, સંતરામપુર પોલીસ બસ સ્ટેશનમાં નાકાબંધી કરી ઉભી હતી તે દરમિયાન બાતમી મુજબની એસ, ટી, બસમાં એક મહિલા મુસાફર બેસી હતી, તેની સીટ પાસેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના કોવૉટરીયા ભરેલોથેલો મળી આવ્યો હતો,જેથી પોલીસ દ્વારા આ દારૂ વિષે પુછતા સીટમાં બેસેલી મહીલા કબુબેન મિથુન ભાઈ ફતેસિંહ હઠીલાએ પોતાની માલિકીની હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસ દ્વારા તપાસ કરતાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિક 180 એમ,એલના કોવૅટરીયા 234 નંગ જેની કિંમત 25,740 ના મુદ્દામાલ સાથે આ મહિલા પકડાઈગઈ હતી, જેથી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,

