વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ૧૧ હજાર વૃક્ષોના રોપા વિતરણ કરાયું.

નરેશ ગનવાણી નડિયાદ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ૧૧ હજાર વૃક્ષોના રોપા વિતરણ કરાયું

રણછોડરાયજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો. હજ્જારો ભક્તોએ અભિષેક – અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યતીર્થ સ્થાન વડતાલ ખાતે તા.૬ ઠ્ઠી ઓગસ્ટના રોજ ૭૯ મી રવિસભા યોજાઈ હતી. રવિસભામાં વચનામૃત કથાના વક્તા અને મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતની છણાવટ કરી હતી. જેમાં દેશ, કાળ, ક્રિયા, મંત્ર, દેવતાનું ધ્યાન અને શાસ્ત્રના શિક્ષણ જેના સારા હોય તો પુરૂષની બુધ્ધિસારી અને જેના ખરાબ હોય તો પુરૂષ તેની બુધ્ધિ ખરાબ. આ આંબા વિતરણની શરૂઆત ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા આણંદના ખબરપત્રી શ્રી લાલજીભાઈ પાનસુરિયાના સન્માન સાથે થઈ. લલિત કલાક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર તરવૈયા કલાકારનું ડો સંત સ્વામી અને પુ ગોવિંદ સ્વામીએ હાર શાલ અને મુર્તી આપીને અભિવાદન કર્યું હતું યજમાનો વતી કરમસદના મનીષભાઈ પટેલે પોથી તથા વક્તાનું પૂજન કર્યું હતું.૭૯ મી રવિભાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાન અનુસાર મેરી માટી મેરા દેશ અંતર્ગત તા.૯ મી ઓગસ્ટ થી તા.૩૦ ઓગસ્ટ સુધી દેશભરમાં ૧૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થનાર છે. ત્યારે વડાપ્રધાનના અભિયાનને અનુસરીને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ૧૧ હજાર વૃક્ષો (૫૫૦૦ આંબાની કલમો તથા પપ∞ અન્ય વૃક્ષો) નું પૂ.ગોવિંદ સવામી, પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામી, સંત સ્વામી તથા હરિઓમ સ્વામીના હસ્તે યજમાનો અને હરિભક્તોને આંબાના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી હરિકૃષ્ણ એગ્રોસેન્ટર અજરપુરાના રમણભાઈ મણીભાઈ પટેલ, હંસાબેન રમણભાઈ પટેલ, ભાવેશભાઈ, પ્રજ્ઞેશભાઈ વૃક્ષારોપણના યજમાનો હતા.તા.૭ મી ઓગસ્ટના રોજ વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી રણછોડરાયનો પાટોત્સવ જીમેશ વિનોદભાઈ પટેલ, શ્વેતાબેન જીમેશભાઈ પટેલ હસ્તે ફલક જીમેશભાઈ પટેલ – ખંભાત (યુ.એસ.એ.) ના યજમાનપદે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેના પ્રેરણાસ્તોત્ર ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા ગોવિંદ સ્વામી – મેતપુરવાળા હતા અને રવિસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિસભા હોલમાં પાટોત્સવ અંગે તીર્થજલ પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી બેઠા હતા. સોમવારે યોજાયેલ રણછોડરાય મહારાજના પાટોત્સવમાં પૂ.લાલજી સૌરભપ્રસાદજી તથા નાના લાલજી દ્વીજેન્દ્રપ્રસાદજીના હસ્તે અભિષેકવિધિ યોજાઈ હતી. અભિષેક બાદ દેવોને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ સ્વામીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!