કપડા લેવાની લાલચ આપી ઘરેથી કિશોરીને એકાંત જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું.

નરેશ ગનવાણી

કપડા લેવાની લાલચ આપી ઘરેથી કિશોરીને એકાંત જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું ઠાસરા પંથકના ઢુણાદરા તાબેના નાખુટી ગામના યુવાને કિશોરીને કપડા લેવાની લાલચ આપી ઘરેથી મોટરસાયકલ પર કિશોરીને ઉઠાવી એકાંત જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે .આ હવસખોરનો ભોગ બનેલી કિશોરીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલી કિશોરીએ દોઢ મહિના બાદ પોતના માવતરને સમગ્ર હકીકત જણાવતાં માતા-પિતા તુરંત પોલીસમાં દોડી આવ્યા હતા. આ બનાવ મામલે ડાકોર પોલીસમાં  યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબેના નાખુટી ગામે રહેતા ધર્મેશ ફતેસિંહ ઝાલા નામાના યુવાનેને નજીક રહેતી એક ૧૬ વર્ષની કિશોરી મનમાં વસી ગઈ હતી. અને તેને પામવા તેના પરિવારજનો સાથે ઘરેલું સંબંધ વધાર્યા હતા. ધર્મેશની  કિશોરીના ઘરે અવરજવર શરૂ થઈ અને ધર્મેશે આજથી લગભગ દોઢ મા‌સ પહેલા જ્યારે કિશોરી પોતાના ઘરે એકલી હતી તે દરમિયાન ધર્મેશ તેની ઘરે આવી કિશોરીને કહ્યું ચાલ તને નવા કપડા ઉમરેઠ ખાતે જઈને લઈ આપું તેમ કહી કિશોરીને મોટરસાયકલ પર બેસાડી લાલપુર પાસે આવેલ નહેરના ટેકરા વિસ્તારમાં લઈ જઈ  ધર્મેશે કિશોરીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. અને તે વખત આ ધર્મેશે કિશોરીને કહ્યું કે જો તુ મારી સાથે નહીં બોલે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. આ બાદ આ ધર્મેશે કિશોરી સાથે આ રીતે તેના ઘરેથી ઉઠાવી  લાવી ૨-૩ વખત દુષ્કર્મ આચર્યું હતું. સતત ગભરાયેલી કિશોરીએ સમગ્ર બાબતે દોઢ માસ બાદ મૌન તૌડી પોતાની આપવીતી પોતાના માતા પિતાને જણાવતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તુરંત પોલીસમાં દોડી આવ્યા હતા. ડાકોર પોલીસમાં હવસખોર યુવાન ધર્મેશ ઝાલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!