ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ૫૦૦ રૂપિયામાં દર્શન મામલે વિરોધના પ્રદર્શન.
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ૫૦૦ રૂપિયામાં દર્શન મામલે વિરોધના પ્રદર્શન
જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના આગળ બેસી દર્શનના ચાર્જ વસૂલવા મામલે વિરોધના વંટોળના સૂરો ઉઠ્યા છે. આજ રોજ હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં પહોંચી રજૂઆત કરી હતી. વીઆઇપી દર્શન બંધ કરો બંધ કરો… અઢીસો પાંચસો બંધ કરો ના નારા લગાવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે ભગવાન તો પ્રેમના ભૂખ્યા ના નારા લગાવી આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.યુવા ક્ષત્રિય સમાજ ખેડા જિલ્લાના ઉપપ્રમુખ અને ખીજલપુરના સરપંચના પ્રતિનિધિ અક્ષય પરમારે જણાવ્યું હતું કે, આ નિર્ણય ખરેખર ગેરવ્યાજબી છે. અમારો સખ્ત વિરોધ છે મંદિર પ્રશાસન એવુ કહે છે કે જેને ભગવાનના નજદીકથી દર્શન કરવા હોય એના માટે છે. પણ કાલ ઉઠીને વધારે પૈસા આપીને ભગવાનને ઘરે બોલાવશે આથી ભક્તિને પૈસા સાથે કદી પણ તોલવી જોઈએ નહીં. વધુમાં તેઓએ જણાવ્યું કે જો આજે સાંજે ૬ વાગ્યા સુધી નિર્ણયમાં કોઈ ફેરફાર કે પાછો નહીં ખેંચે તો અમે સૌ લોકો ઉપવાસ આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.