ફાર્મસી ફેકલ્ટી દ્વારા રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટ માટે બે દિવસ રીફ્રેશર કોર્ષ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
ફાર્મસી ફેકલ્ટી દ્વારા રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટ માટે બે દિવસ રીફ્રેશર કોર્ષ યોજાયો
ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા ગુજરાતના રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટ માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ પ્રાયોજિત તા. ૨૬ અને ૨૭ ઓગસ્ટ ના રોજ બે દિવસનો રીફ્રેશર કોર્ષ ઓનલાઈન પ્લેટફોર્મ ના માધ્યમ થી યોજાયો હતો જેમાં કુલ ૨૦૦ થી વધુ ફાર્માસીસ્ટ જોડાયા હતા. આ કોર્ષ માં ૨ દિવસ દરમિયાન ફાર્મા. ફિલ્ડના કુલ ૭ તજજ્ઞો એ વિવિધ વિષયો પર લેકચર આપ્યા હતા. કોર્ષના સમાપન પ્રસંગે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના રજીસ્ટ્રાર જસુભાઈ ચૌધરી એ હાજર રહી બધા ફાર્માસીસ્ટ ને ઓનલાઇન રિન્યુયલ પ્રોસેસ ની તલસ્પર્શી માહિતી લાઈવ ડેમો કરી આપી હતી અને જણાવ્યુ હતું કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દેશની પ્રથમ ડિજિટલ ફાર્મસી કાઉન્સિલ બની છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફાર્મસી ફેકલ્ટીના ડીન ડો. તેજલ સોની તેમજ પ્રો. બી. એન. સુહાગીયા ના માર્ગદર્શન હેઠળ ડો. ગોપી શાહ અને વશિષ્ઠ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું.