CWC ચેરમેન નરેન્દ્રભાઈ સોનીએ બાળકો સાથે કાઉન્સિલિંગ કરી : બાસવાડા CWC ને સોંપવાના કર્યા આદેશ
ગગન સોની ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.31
દેશ માં મહામારી હોવા છતાંય બે દિવસ પહેલા મળી આવેલ બાળકો નું તંત્ર દ્વારા પુનઃસ્થાપન.
હાલ માં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે યુદ્ધ ના ધોરણે કાર્ય કરી રહ્યું છે અને સમગ્ર દેશ માં લોકડાઉન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,ત્યારે દાહોદ પોલીસ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાંસવાડા ,રાજસ્થાન ના ત્રણ બાળકો જેમા બે બાળકીઓ પણ હતી.તેઓને બાંસવાડા ,રાજસ્થાન સંપૂર્ણ મેડીકલ ચેકપ કરાવી પુનઃસ્થાપન કરવામાં આવેલ.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.28/03/2020 ના રોજ દાહોદ સ્ટેશન રોડ વિસ્તાર પાસે દાહોદ ના જાગૃત નાગરિકો ને ત્રણ બાળકો બિનવારસી હાલત માં મળી આવેલ, તેઓ દ્વારા જિલ્લા કલેકટર શ્રી ને બાળકો વિશે માહિતી આપવામાં આવેલ જિલ્લા કલેકટર વિજય ખરાડી સાહેબ દ્વારા તાત્કાલિક પોલીસ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ને કાર્યવાહી કરવા જણાવેલ. ટાઉન પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી વી.પી.પટેલ સાહેબ દ્વારા બાળક ને ચિલ્ડ્રન હોમ માં તેમજ બાળકીઓ ને વન સ્ટોપ સેન્ટર દાહોદમાં મુકવામાં આવેલ. ચિલ્ડ્રન હોમના અધિક્ષક રાકેશ પ્રજાપતિ અને બાળ કલ્યાણ સમિતિ માં ફરજ બજાવતા સંદીપકુમાર ભાટ દ્વારા બાળક નું પરામર્શ અને બાળકીઓ નું પરામર્શ મનીષા બેન પરમાર દ્વારા કરતા તેઓ પોતાનું સરનામું ક્લીનજરા ,જિલ્લા બાંસવાડા રાજસ્થાન જણાવેલ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.પી.ખાંટા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે. તાવીયાડ દ્વારા બાળ કલ્યાણ સમિતિ બાંસવાડા નું સંપર્ક કરવામાં આવેલ અને બાળકો વિશે જણાવેલ. બાળ કલ્યાણ સમિતિ દાહોદ ના ચેરમેન નરેન્દ્ર સોની ના આદેશ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.કે.તાવીયાડ નાઓએ દાહોદ પી.આઈ.શ્રી વી.પી.પટેલ સાથે સંકલન કરી એક ટીમ નું ગઠન કરેલ. જિલ્લા બાળ સુરક્ષા એકમ ના લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એ.જી.કુરેશીના નેતૃત્વમાં સંદીપકુમાર ભાટ અને મહિલા કોસ્ટબલ શ્રીમતી સુરેખા બેન ની ટિમ દ્વારા બાળકીઓ ને બાળ કલ્યાણ સમિતિ બાંસવાડા,રાજસ્થાન સમક્ષ રજુ કરી તેઓના જિલ્લા માં પુનઃસ્થાપન કરવામાં આવેલ.
#Dahod sindhuuday