ઝાલોદ તાલુકાની યુવતીના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી યુવતીની છબી બગાડવાનો પ્રયાસ કરતો યુવક.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાની યુવતીના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી યુવતીની છબી બગાડવાનો પ્રયાસ કરતો યુવક
ઝાલોદ તાલુકાની એક યુવતી જે હાલ અન્ય શહેરમાં ભણવા ગયેલ છે તે યુવતીની પ્રતિષ્ઠા ખરાબ કરવાના આશયથી એક યુવક દ્વારા ઈન્સ્ટાગ્રામ પર યુવતીની ફેક આઇ.ડી બનાવી તેમજ વોટ્સઅપ પર ગ્રુપમાં ન્યૂડ ફોટા મૂકેલ હતા. આ અંગે યુવતી દ્વારા ન્યૂડ ફોટા મૂકનાર યુવક પર આજરોજ તારીખ 08-09-2023 ના રોજ કાયદેસરની ફરિયાદ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. બનાવની વિગત અનુસાર ઝાલોદ તાલુકાની યુવતી પર તેની બહેનપણીનો ફોન આયો કે તું ઈન્સ્ટાગ્રામ પર કેવા ગંદા ફોટા મુકેલ છે ત્યારે યુવતીએ કહ્યું કે મેં કોઇ પણ ફોટા ઈન્સ્ટાગ્રામ પર મુકેલ નથી ત્યાર બાદ તેની બહેનપણીએ તે યુવતીને ઈન્સ્ટા આઇ.ડી આપી તો તે આઇ.ડી તે યુવતીના નામની બનેલ હતી અને તે આઇ.ડી પર તે યુવતીના અઢાર જેટલા ન્યૂડ ફોટા અપલોડ કરેલ હતા ઈન્સ્ટાગ્રામ પર યુવતીની કોઈએ ફેક આઇ.ડી બનાવી તેને બદનામ કરી છબી ખરાબ કરતો હોવાનું માલુમ પડતાં યુવતિ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરી ફરિયાદ કરેલ હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમના કહેવાથી તે યુવતી દ્વારા ઝાલોદ પોલિસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. યુવતી દ્વારા 30-08-2023 ના રોજ વોટ્સઅપ જોતી હતી તે દરમિયાન યુવતિને તેના મોબાઈલમાં તેના નામથી એક ગ્રુપ બનાવેલ જોવા મળેલ હતું. આ ગ્રુપમાં યુવતીના ફેમિલિના મેમ્બરો પણ હતા. આ ગ્રુપની અંદર જ ઝાલોદ તાલુકાના યુવક દ્વારા યુવતીના 17 જેટલા ન્યૂડ ફોટા મુકેલ હતા. જેથી યુવતીએ સમગ્ર માહિતી સાથે તે યુવક પર પોતાની છબી ખરાબ કરવાના આરોપ સાથે યુવક પર ઝાલોદ પોલિસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવેલ છે.

