ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસએ નડિયાદમાં.

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસએ નડિયાદમાં આવેલ જૂની અને નવી કોર્ટ ખાતે મુલાકાત લીધી

ખેડા જિલ્લા ન્યાયાલય ખાતે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ખેડા જીલ્લાના નડિયાદ ખાતે આજરોજ મેગા લોક અદાલતનું આયોજન જીલ્લા અદાલત દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં નામદા૨ ગુજરાત હાઈકોર્ટના  ચીફ જસ્ટીસ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના અન્ય સીનીય૨ ન્યાયમૂર્તિઓ તેમજ ખેડા જીલ્લાના યુનીટ જજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પધાર્યા હતા. જિલ્લા અદાલત ખાતે નેશનલ મેગા લોક અદાલતની મુલાકાત અર્થે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ  સુનીતા અગ્રવાલ તથા જીલ્લાના યુનીટ જજ  એમ.કે.ઠકકર તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના સીનીયર ન્યાયમૂર્તિ ઉમેશ ત્રિવેદી  તથા ન્યાયમૂર્તિ  જે.સી.દોષીએ જિલ્લા અદાલતના મુખ્ય જીલ્લા ન્યાયાધીશ  એ.આઈ.રાવલની હાજરીમાં જુની કોર્ટ બિલ્ડીંગની મુલાકાત લીધી તેમજ તમામ ન્યાયમૂર્તિએ નવીન કોર્ટ બિલ્ડીંગની વિઝીટ (મુલાકાત) લીધી.અત્રે જિલ્લામાં પધારેલ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસએ સ૨કીટ હાઉસ ખાતે તેઓના આગમન વખતે ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. તેમજ જિલ્લાની હદ છોડતી વખતે પણ  ચીફ જસ્ટીસને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનીત કરી વિદાય આપી. જે વખતે ખેડા જિલ્લાના મુખ્ય જીલ્લા ન્યાયાધીશ તથા મુખ્ય મથકના તમામ ન્યાયાધીશઓ, જિલ્લા સ૨કારી વકીલ ઉમેશ ઢગટ, પોલીસ અધિક્ષક  રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારી વિમલ ચૌધરી તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરઓ  હાજર રહયા તેમજ જીલ્લા અદાલતના વહીવટી અધિકારીઓ તથા કર્મચારીનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: