નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ મકાનમાં તસ્કરોએ ચોરી કરી ફરાર.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ મકાનમાં તસ્કરોએ ચોરી કરી ફરાર થઇ ગયા
નડિયાદમાં મંજીપુરા રોડ પરની સોસાયટીના મકાનનુ તાળું તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. પેટી પલંગમાંથી સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ રૂપિયા મળી કુલ ૧૭.૫૦ લાખના મુદામાલની તસ્કરોએ ચોરી કરી ફરાર થયા છે. આ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ બ્રુગપાર્ક સોસાયટીના મકાન નં. ૧૦મા નરિસંહભાઈ રામજીભાઈ પટેલ રહે છે. તેઓ પોતે કમળા જીઆઇ.ડી.સી માં લાકડાનું પીઠુ ચલાવે છે. નરિસંહભાઈ પોતાના પરિવાર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. હાલમાં સાતમ આઠમ હોય અને જન્માષ્ટમીના તહેવાર ટાણે તેઓ પોતાના વતન કચ્છમાં ગયા હતા. જ્યારે તેમના ૩ સંતાનો પૈકી મોટો અને વચેટ દિકરો અને પુત્રવધુ તેમજ બાળકો ઉપરોક્ત ઘરે હતા. તસ્કરોના પગલા પણ ઘરમાં જોવા મળ્યા૬ સપ્ટેમ્બરની રાત્રે નરિસંહભાઈના પુત્ર પોતાનું મકાન લોક કરી સામે આવેલા પડોશીના ઘરમાં ગયા હતા. જ્યારે તેમની પત્ની અને બાળકો અંદર સુઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ તસ્કરોએ નરિસંહભાઈના મકાનનુ તાળુ તોડી નરિસંહભાઈના બેડરૂમમાં પેટી પલંગમાં મુકેલ સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ રૂપિયા મળી કુલ ૧૭ લાખ ૫૦ હજારના મુદામાલની તસ્કરોએ ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર બનાવ મામલે મોડીરાત્રે જાણ થતાં તસ્કરોના પગલા પણ ઘરમાં જોવા મળ્યા હતા.બીજા દિવસે નરસિંહભાઈને જાણ કરવામાં આવતા તેઓ પોતાના વતન કચ્છથી ઘરે નડિયાદ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં કુલ ૪૧ તોલાના સોનાના દાગીના કિંમત રૂપિયા ૧૨ લાખ ૩૦ હજાર અને ચાંદીના સિક્કા કિંમત રૂપિયા ૨૫ હજાર તેમજ રોકડ રૂપિયા ૫ લાખ મળી કુલ ૧૭.૫૦ લાખની ચોરી થઇ હોવાનું માલૂમ પડયું હતું. આ બનાવ સંદર્ભે ગઇ કાલે નરસિંહભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

