નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી એક સ્કૂટીના ચાલક ધાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી એક સ્કૂટીના ચાલક ધાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા
નડિયાદ પશ્ચિમમાં શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ પર બે ગાયોએ એક ઈલેકટ્રીક સ્કૂટીના ચાલકને ફંગોળ્યો હતો. ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નડિયાદના ભરતભાઇ રસીકલાલ શાહ ગતરોજ સાંજના સમયે શહેરના બધિર વિદ્યાલયથી પોતાના ઘરે ઈલેકટ્રીક સ્કૂટી પર આવતાં હતા. ત્યારે નડિયાદ પશ્ચિમમા શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ બે ગાયો એકાએક દોડતી રસ્તા પર આવી સ્કૂટી સાથે ભટકાઈ હતી. તેથી ભરતભાઈ ઉછળીને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારત ભાઇને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ધ્રુમીલ કિશોરભાઈ શાહે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણી બે ગાયના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.