રાજસ્થાનની કુખ્યાત ઠગ ટોળકીને સાયબર સેલ,એ ઝડપી પાડ્યું.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતાં એક સીમેન્ટના ડીલર પાસેથી અજાણ્યા ઈસમે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપી સિમેન્ટ ડીલર પાસેથી સિમેન્ટ મંગાવી સિમેન્ટ ડિલરના એકાઉન્ટમાંથી ક્યુઆર કોડ મારફતે ફ્રોડ કરતી રાજસ્થાનની કુખ્યાત ટોળકીને સાયબર સેલ, દાહોદ દ્વારા ટોળકીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
લીમડી નગરમાં એક સિમેન્ટના ડિલરને કોઈ અજાણ્યા ઈસમે મોબાઈલ ફોન કરી પોતાનું દાહોદ ગોધરા રોડ પર એકેડમી પર આર્મીનું કામ ચાલે છે, તેમ કહી લીમડીના સિમેન્ટ ડિલર પાસેથી સિમેન્ટ મંગાવી સિમેન્ટ ડિલરના એકાઉન્ટમાંથી ક્યુઆર કોડ મારફતે ફ્રોડ કરતાં આ સંબંધે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર સેલ, દાહોદ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ બનાવમાં ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ નંબરો મેળવી તેનું ઉંડાળપુર્વકનું એનાલીસીસ કરી ગુન્હામાં સંડોવાયેલ ઈસમો રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લા ખાતે રહેતા હોવાનું પોલીસને જણાઈ આવતાં સાયબર સેલ, દાહોદ દ્વારા રાજસ્થાનના અલવર જિલ્લા ખાતે ધામા નાંખ્યા હતાં અને આ બનાવમાં સંડોવાયેલ ઈસમો વાજીતબાઈ યુનુસભાઈ મેઉ, મોહમદ આસીફ જમાલ ખાન અને મુબારકભાઈ નસરૂદ્દીન મેઉ (ત્રણેય રહે. રાજસ્થાન) નાઓને ઝડપી પાડી દાહોદ ખાતે લઈ આવ્યાં હતાં.આ સંબંધે સાયબર સેલ, દાહોદ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.