ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે મહિલાના ગર્ભમાં ત્રણ બાળકો માંથી બે મૃત થયેલ હોવા છતાય ત્રીજા બાળકના નવ માસનો ગર્ભ પુરો થયા બાદ સફળ સર્જરી કરાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે મહિલાના ગર્ભમાં ત્રણ બાળકો માંથી બે મૃત થયેલ હોવા છતાય ત્રીજા બાળકના નવ માસનો ગર્ભ પુરો થયા બાદ સફળ સર્જરી કરાઈ
ડૉ યશ અગ્રવાલ દ્વારા સંપૂર્ણ દેખરેખ હેઠળ મહિલાના ગર્ભમાં રહેલ બાળકને સ્વસ્થ જન્મ થતાં મહિલાના પરિવાર દ્વારા ડૉ નો આભાર માનવામાં આવેલ હતો ઝાલોદ નગરમાં આજ રોજ 25-09-2023 ના રોજ ફતેપુરાના રહેવાસી પ્રિયંકાબેન ગોપાલભાઈ અગ્રવાલને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સુવાવડ કરાવવા લાવવામાં લાવેલ હતા. આ મહિલાની સારવાર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં નોકરી બજાવતા ડૉ યસ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ ચાલતી હતી. પ્રિયંકાબેનને પ્રેગનેન્સી દરમ્યાન ત્રણ બાળકો ગર્ભમાં રહ્યાં હતાં. આ ત્રણ બાળકો પૈકી બે બાળકોનું મૃત્યુ ગર્ભમાં ત્રીજા- ચોથા મહિનામાં થઈ ગયેલ હતું અને ત્રીજું બાળક સ્વસ્થ હતું. ડૉ યસ અગ્રવાલ દ્વારા મહિલાના ગર્ભમાં મૃત્યુ પામેલ બે બાળકોને દવા દ્વારા નિકાલ કરાયો હતો. ડૉ યસ અગ્રવાલ દ્વારા સફળ રીતે ત્રીજા બાળકનું ગર્ભમાં ઉછેર થાય તે રીતે મહિલાને માર્ગદર્શન આપેલ હતું. પ્રિયંકાબેનની આ અગાઉ બે વખત ઓપરેશન દ્વારા બાળકની ડિલિવરી કરાવવામાં આવેલ હતી. પ્રિયંકાબેનના ગર્ભમાં રહેલ બાળકની ખુબ તકેદારી પૂર્વક ડૉ યસ અગ્રવાલ દ્વારા સારવાર કરવામાં આવી રહેલ હતી. પ્રિયંકાબેનના ગર્ભમાં રહેલ બાળકને નવ માસ પુરા થતાં ત્રીજા બાળકની ડિલીવરી ઓપરેશન દ્વારા સફળ રીતે કરવામાં આવી હતી.બાળક અને તેની માતા બંનેનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાતા આ જોખમ રૂપી ઓપરેશન કરનાર ડૉ યસ અગ્રવાલનું અને તેના તમામ સ્ટાફનું મહિલાના પરિવાર જનોએ આભાર વ્યક્ત કર્યો હતો.