ઝાલોદની સાઈ સર્જન સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે 56 ભોગનું આયોજન કરાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદની સાઈ સર્જન સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે 56 ભોગનું આયોજન કરાયું
આજરોજ સાંઈ સર્જન સોસાયટીમાં પંચાલ જીગ્નિશાબેનને ત્યાં મહા આરતી તેમજ 56 ભોગનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંઈ સર્જન સોસાયટીના તમામ ભક્તોએ આ મહાઆરતીમાં ભાગ લઈ ગણપતિબાપા ના આશીર્વાદ મેળવ્યા હતા.સાથે સાથે સોસાયટીના નાના બાળકો તેમજ સોસાયટીની બહેનોએ આ પ્રસંગે રમતોનું આયોજન કર્યું હતું .જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી રમતો રાખી હતી અને વિજેતા બનેલ બાળકોને ઇનામથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાઆ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સોસાયટીના તમામનો જીગ્નિશાબેને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

