વડતાલ પાસે ગુતાલ બ્રિજ પર કાર પલ્ટી ખાઇ જતાં એકનુ મોત નિપજ્યું , બે ધાયલ.
નરેશ ગનવાણી નડિયાદ
વડતાલ પાસે ગુતાલ બ્રિજ પર કાર પલ્ટી ખાઇ જતાં એકનુ મોત નિપજ્યું , બે ધાયલ
ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવાતા ગુતાલ બ્રીજ પર ગઇ કાલે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર એકાએક પલ્ટી ખાઈ હાઈવેના રોંગ સાઈડમા ૧૦૦ મીટર જેટલી ધસડાઈ ગઇ હતી કારમાં સવાર ૩ પૈકી એક કિશોરનુ મોત નિપજ્યું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. નડિયાદ તાલુકાના ગુતાલ પાસે નેશનલ હાઈવે પર મંગળવારે રાત્રે આણંદ તરફથી કાર નડિયાદ તરફ આવતી હતી તે વખતે ગુતાલ બ્રિજ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરજ પલટી ખાઈ ગઈ અને રોંગ સાઈડમાં ઘૂસી અંદજે ૧૦૦ મીટર સુધી ઘસડાઈ હતી. જેથી કારમા બેઠેલા ચાલક સહિત ત્રણ યુવકોને શરીરે ઇજા પહોંચી હતી. જેમાં શ્લોક ચિરાગભાઈ જોશી (રહે -અંબાલાલ પાર્ક ઇન્દિરાગાંધી રોડ, નડિયાદ)નામના કિશોરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.