ખેડા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મૂર્તિનું વિસર્જન,બાપ્પાને ભાવભરી વિદાય.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મૂર્તિનું વિસર્જન,બાપ્પાને ભાવભરી વિદાય

નડિયાદ સહિત જિલ્લામાં ગુરૂવારે ગણપતિબાપાના મોરિયાના ગગનભેદી જયધોષ સાથે ગણેશજી મૂર્તિનુંઆસ્થાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરમાં ઠેર ઠેર પંડાલમાં સ્થાપિત કરાયેલ ગણપતિદાદાની મૂર્તિ ૧૦ દિવસઆસ્થાભેર સવાર સાંજ પૂજા અર્ચના કર્યા બાદ ગુરૂવારે બપોર પછી વાજતે ગાજતે  શોભાયાત્રા નીકળી હતી. નડિયાદ શહેર સહિત જિલ્લામાં સાર્વજનિક ૩૫૦ સ્થળોએ તથા સોસાયટીઓ અને ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસેભગવાન ગણેશજીની પ્રતિમા સ્વરૂપે સ્થાપના કરીને દસ દસ દિવસ સુધી સવાર સાંજ પૂજા અર્ચના આરતી કરીનેભક્તોજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે આરાધના કરવામાં આવી હતી. અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાહતા. જિલ્લો ગણેશમય બની ગયો હતો.રવિવારે દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તજનોએ ગણેશજીની મૂર્તિનીબપોરે પછી ઢોલ નગારા, ડિ.જેના સથવારે અને અબીલ ગુલાલની છોળ ઉડાડીને શોભાયાત્રા કાઢવા માં આવી હતી .પરંપરાગત રાજમાર્ગો ઉપર ફરીને કેનાલ , તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ. નડિયાદ શહેરના વિવિધ સ્થળોએગણપતિદાદાની શોભાયાત્રા નીકળીને કોલેજ રોડ ઉપર આવેલ કેનાલે પહોંચી હતી. જયાં નિડયાદ ફાયરબ્રિગેડનાવાનો દ્વારા ક્રેનની મદદથી મૂર્તિનું કેનાલ પાણીમાં વિસર્જન કરવામાં આવતું હતું. બપોર પછી સંતરામ રોડ થીકોલેજ રોડ સુધીના માર્ગ ઉપર નગરના ગણેશજીની મૂર્તિની શોભાયાત્રા પસાર થઇ રહી હતી. શોભાયાત્રામાં ઢોલ,નગારા અને ડી.જે ના તાલે નાચગાન કરતાં ભક્તજનો જોવા મળ્યા હતા.શોભાયાત્રા અને વિસર્જન સ્થળે બ્રેઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: