મકાન બનાવવા માટે  ભેગા કરેલા રૂપિયા બે લાખ લઈને કિશોરી ભેદી સંજોગોમાં લાપતા.

મકાન બનાવવા માટે  ભેગા કરેલા રૂપિયા બે લાખ લઈને કિશોરી ભેદી સંજોગોમાં લાપતા બની છે.

નડિયાદ તાલુકાના ગામે રહેતી અને ધોરણ ૮ સુધીનો અભ્યાસ ધરાવતી શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષની કિશોરી ગત ૩૦મી સપ્ટેમ્બરની મોડી રાત્રે પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે. બે બહેનો એક જ ખાટલામાં સુઈ ગઈ હતી દરમિયાન વહેલી સવારે તેણીના પિતા શાકભાજીની હાથલારી ચલાવે છે વહેલા ઊઠીતા  કિશોરીને જોઈ નહોતી.  લાબો સમય સુધી રાહ જોયા બાદ આસપાસ અને સગાંસંબંધીઓને  તપાસ કરી હતી. પરંતુ  કિશોરીની કોઈ ભાળ મળી આવી નહોતી.આ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, ઘરમાં તીજોરીમાં મૂકેલ પૈસા પણ નહોતા. અંદાજીત રૂપિયા ૨ લાખ મકાન બનાવવા માટે ભેગા કર્યા હતા. જે નાણાં પણ તીજોરીમાં ન મળતા આ નાણાં લઈને કિશોરી ક્યાંક લાપતા બની છે અથવા તો કોઈ ઈસમ તેમના વાલીપણામાથી ભગાડી ગયા અંગેની ફરિયાદ કિશોરીની માતાએ નડિયાદ રૂરલ પોલીસમાં આપી છે. પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!