ઝાલોદ તાલુકાના ધાવડીયા પાસે લાઈટ ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લૂંટાયો 40850 રૂપિયા લુંટી ત્રણ યુવાનો ફરાર.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ધાવડીયા પાસે લાઈટ ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લૂંટાયો 40850 રૂપિયા લુંટી ત્રણ યુવાનો ફરાર
ઝાલોદ નગરમાં હનુમાન સોસાયટીના બહારના ભાગે લાઈટ માઇક્રો ફાઇનાન્સ કંપની કાર્યરત છે. આ ફાઇનાન્સ ઓફિસમાં કુલ ૧૬ કર્મચારીઓ કામ કરે છે. આ ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ નિભાવતા લસુ સરદાર ભાભોર પોતાની મોટરસાયકલ GJ-20-AJ-3544 લઇ ધાવડીયા ગામમાં રૂપિયાની રિકવરી કરવા ગયેલ હતા. તેમણે 12 જેટલા અલગ અલગ ખાતેદારો પાસેથી 40850 રૂપિયાની રિકવરી કરેલ હતી જે લઈ તેઓ ધાવડીયા કાછલા ફળિયા માંથી જઈ રહેલ હતા. રસ્તા વચ્ચે ત્રણ અજાણ્યા યુવાનો જેમની ઉંમર આસરે 20 થી 25 વર્ષની હોઈ ગાડી ધીરે કરી ત્યાથી નીકળવા જતા એક છોકરાએ ગાડીના સાઇલેંસરને પગ મારી નીચે પાડી દીધેલ હતો અને મારીનાખવાની ધમકી આપી કાળા કલરનું બેગ જેમાં કલેક્શનના 40850 રૂપિયા હતા તે લઈ નાસી છૂટેલ હતા. ત્યારબાદ બેગ લઈ નાસી છૂટેલ વ્યક્તિઓને પકડવા જતા તેઓ પકડમાં આવેલ ન હતા. તેથી અજાણ્યા ત્રણ યુવાનો જે બેગ લઈ નાસી છૂટેલ હતા તેમની વિરુદ્ધ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ લાઈટ માઇક્રો ફાઇનાન્સના ફીલ્ડ ઓફિસર લસુ ભાભોર દ્વારા કરવામાં આવેલ છે.
