મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામમાં નદીનો ડીપ તૂટી જતાં વાહનવ્યવહાર બંધ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામમાં નદીનો ડીપ તૂટી જતાં વાહનવ્યવહાર બંધ
લોકો ને જવા આવા માટે બે કિલોમીટર વધારે અંતર કાપવા મજબૂર થયા સંતરામપુર સહિત તાલુકામાં આ વર્ષની વરસાદની સિઝનમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તથા નાળા તૂટી જવા પામ્યા હતા. જેને કારણે લોકોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના નર્સિંગપુર ગામે નદીમાં પૂર આવવાથી આર સી સી નો ડીપ આખો ધોવાઈ ગયો હતો. તેના કારણે મોટાભાગના અવરજવર કરતા વાહન ચાલકો અને ગહદારીઓને ભારે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી અને હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. આ જ રસ્તા ઉપર પ્રાથમિક શાળા પણ આવેલી છે. ડીપ ધોવાઇ ગયો હોવાથી લોકોને અવર જવર માટે બે કિલોમીટર વધારે અંતર કાપીને જવું પડતું પડતું હોય છે.જેથી સંતરામપુર સહિત તાલુકામાં તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાની મરામત કરવામાં આવે અને રાબેતા મુજબ રસ્તો શરૂ થાય તેવી લોક માંગ ઉભી થયેલી છે.