દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના અસાયાડી ગામે હાઈવે પાસે નાયર ની દુકાનમાં અચાનક સોટ સર્કિટ થતાં આગમાં લપેટાઈ
અનવર ખાન પઠાણ
દે.બારીઆ તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના અસાયડી ગામે હાઈવે પાસે નાયર ની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ત્યારે દેવગઢબારિયા તાલુકાના અસાયાડી ગામે હાઈવે પાસે તા.૨૫/૪/૨૦૨૦ સાંજના ૪.૦૦ વાગેના સુમારે નાયરની દુકાનમાં વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગતાંની સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને બનાવ અંગેની બારીઆ પોલીસ અને બારીઆ ફાયર ફાઇટર જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બારિયા ફાયર ફાઈટર એ આગ કાબૂમાં લીધી પરંતુ તે પહેલાં આગે તેનું કામ તમામ કરી ચૂકી હતી. જોકે આ બનાવ થી કોઈ જાનહાનિ થઈ ન હતી.
#sindhuuday dahod

