ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર એસ.ટી બસના ચાલક દ્વારા બેફિકરાઈ પૂર્વક ગાડી હંકારતા બેરીયર તોડી પડાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર એસ.ટી બસના ચાલક દ્વારા બેફિકરાઈ પૂર્વક ગાડી હંકારતા બેરીયર તોડી પડાયું
ઝાલોદ તાલુકાના વરોડ ટોલ નાકા પર તારીખ 27-10-2023 ના રોજ આસરે રાત્રીના 10:00 કલાકે ઝાલોદ તરફથી આવતી એક સરકારી એસ.ટી બસ જેનો નંબર GJ-18-Z-5802 હતો અને તે ગાડી પર બાંસવાડા થી સુરતનું બોર્ડ મારેલ હતું. આ એસ.ટી બસ ઝાલોદ થી આવી રહી હતી અને તે બસ બુથ નંબર 6 ની લાઈન ઉપર પૂરઝડપે ગફલત રીતે ડ્રાઇવર હંકારી લાવી ઉભી રાખ્યા વગર બેરીયલને ટક્કર મારી તોડી પાડી આસરે 50 મીટર સુધી ગાડી હંકારી જતાં ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરતા એસ.ટી બસના ચાલકે ગાડી ઉભી રાખી હતી. ટોલના સ્ટાફ દ્વારા ધ્યાન થી જોતા બેરીયલ તેની ઈલેક્ટ્રીક મોટર સાથે તુટી ગયેલ હતું તેનો નુકશાનીનો અંદાજ આસરે 20000 જેટલો માનવામાં આવેલ છે. આ અંગે વરોડ ટોલ મેનેજર દ્વારા લીમડી પોલિસ મથકે ફરીયાદ લખાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

