લીમખેડા તાલુકાના જેતપુર ગામે જાતિ અપમાનીત કરી ગડદાપાટુનો માર મારતાં ફરિયાદ
અર્જુન ભરવાડ
લીમખેડા તા.27
લીમખેડા તાલુકાના જેતપુર ગામે ગઈકાલે સાંજે વાંસ કાપી રહેલા શ્રમિક ઉપર ગામના ચાર શખસોએ ભેગા મળી જાતિ અપમાનિત કરી લાકડી વડે હુમલો કર્યો હતો માથામાં તથા બરડાના ભાગે લાકડીઓના ફટકા મારી લોહી લુહાણ કરી ગડદાપાટુનો ગેબી મારમાર્યો હોવાની પોલીસ ફરિયાદ થવા પામી છે લીમખેડા તાલુકાના જેતપુર ગામે રહેતા વાસ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશ મના પીઠાયા અને તેની પત્ની ઝેમલી બેન પીઠાયા બંને પતિ-પત્ની ગઇકાલે સાંજના સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેઓના ઘરથી થોડે દૂર આવેલી સરકારી પડતર જમીન માં વાસ કાપવા માટે ગયા હતા તે દરમિયાન ગામના શૈલેષ ભાઇ ભાવસિંગ બારીયા, ભાવસિંગ રામા બારીયા, દિનેશ ભાવસિંગ તથા દેવી સિંહ અભેસિંગ બારીયા સહિત ચાર શખ્સો હાથમાં લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને જાતિ અપમાનીત કરી ગાળો બોલી તમો અમારી નજીક કેમ આવ્યા અને તમે અહીં કોને પૂછીને વાસ કાપવા આવો છો તેમ જણાવી રમેશ પીઠાયા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો માથામાં તથા બરડાના ભાગે લાકડીઓના ફટકા મારી જમીન પર પાડી દીધા બાદ ગડદા પાટૂનો માર માર્યો હતો તે વેળા બુમાબુમ થતાં અન્ય માણસો એ દોડી આવીને રમેશ પીઠાયા ને વધુ માર માંથી છોડાવ્યો હતો માથાના ભાગે લોહી નીકળતા ઇજાગ્રસ્ત રમેશ ને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ સંદર્ભે રમેશ મના પીઠાયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ઉક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#sinshuuday dahod